રવિવાર, 26 ઑગસ્ટ, 2012

ઇન્ટરનેટનો ઇતિહાસ

IBM સર્વર
ઇન્ટરનેટ માર્ગ
ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર્સ વચ્ચેનું નેટવર્ક છે, જેમાં યુઝર વિવિધ ચેનલથી માહિતીની વહેંચે છે. જે કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે જોડાણ થાય તે ઉપલબ્ધ સર્વર  તેમજ અન્ય કોમ્પ્યુટરમાંથી માહિતી સ્થાનિક કોમ્પ્યુરની મેમરીમાં લઇ શકે છે. આ જ કનેક્શનથી તે કોમ્પ્યુટર નેટવર્કના સર્વરને માહિતી પહોંચાડી શખે છે. આ માહિતી અન્ય જોડાયેલા કોમ્પ્યુટર્સ સુધી પહોંચી શકે છે. ઇન્ટરનેટમાં જે માહિતી મળતી હોય છે તેમાંની મોટાભાગની ઇન્ટર-લિન્ક્ડ હાઇપર ટેક્સટ  ડોક્યુમેન્ટ્સ અને વર્લ્ડ વાઇડ વેબ(WWW) ના સાધન ધરાવતી હોય છે. કોમ્પ્યુટર વપરાશકર્તા સામાન્ય રીતે વેબબ્રાઉસર (web browser)થી વિવિધ માહિતીની આપ-લે કરે છે. કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સોફ્ટવેરમાં ઇલેક્ટ્રોનિક મેલ (electronic mail), ઓનલાઇન ચેટ , ફાઇલ ટ્રાન્સફર અને ફાઇલ શેરિંગ નો સમાવેશ થાય છે.ઇન્ટરનેટમાંથી ઇન્ટરકનેક્ટેડ કોમ્પ્યુટર નેટવર્ક ની મદદથી માહિતીની આપ-લે થાય છે. જેમાં પેકેટ સ્વિંચિંગ , સ્ટાન્ડાર્ડાઇઝડ ઇન્ટરનેટ પ્રોટોકલ સ્યૂટ (ટીસીપી-આઇપી) દ્વારા ડેટા ની વહેંચણી થાય છે. "નેટવર્ક્સના નેટવર્કમાં" લાખો અંગત અને જાહેર, શૈક્ષણિક, વ્યાવસાયિક તેમજ સરકારી નેટવર્કસ કૂપર , વાયર્સ , ફાયબર-ઓપ્ટિક કેબલ્સ, વાયરલેસ, કનેકશન અને અન્ય તકનીકોનો સમાવેશ થઇ જાય છે.
ઈન્ટરનેટનું માળખું હાર્ડવેર અને સોફ્ટવેરના સ્તરો વચ્ચે વહેંચાયેલું છે જે વિવિધ ભાગો પર કંટ્રોલ કરે છે. જ્યારેકે હાર્ડવેર સોફ્ટવેર સિસ્ટમને મદદ કરવા ઊપયોગી છે, સોફ્ટવેર આર્કિટેક્ચરની ડિઝાઈન અને સખત સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રક્રીયા એ ઈન્ટરનેટની લાક્ષણિકતા છે.
ઈન્ટરનેટની સોફ્ટવેર સિસ્ટમની આર્કિટેક્ચરલ ડીઝાઈન માટે ઈન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ  (આઈઈટીએફ)જવાબદાર છે.આઈઈટીએફ એક વ્યવસ્થિત વર્ક ગ્રુપ બનાવે છે જે વ્યકિતઓ માટે ખુલ્લા હોય છે જે ઈન્ટરનેટના માળખાના વિવિધ ભાગો માટે રચાવામાં આવે છે. ચર્ચાનું પરિણામ અને નક્કી કરવામાં આવેલું પ્રમાણ આઈઈટીએફની વેબ સાઈટ પર ઉપલબ્ધ ટીપ્પણી માટેની વિનંતી ના પેજ પર પ્રકાશિત કરવામાં આવે છે.
ઈન્ટરનેટને યોગ્ય બનાવે તે માટેના નેટવર્કિંગના જે મુખ્ય પદ્ધતિ છે તે આરએફસી છે જે દ્વારા ઈન્ટરનેટ સ્ટાન્ડર્ડ  બને છે. આ સ્ટાન્ડર્ડને ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ કહેવાય છે. પ્રોટોકોલની સ્તર આધારિત પદ્ધતિને આ એક આદર્શ માળખામાં ભાગી દે છે. (આરએફસી 1122, આરએફસી1123)સર્વિસ ઓપરેટર કરવી આનાથી સરળ થઈ જાય છે. સોફ્ટવેર એપ્લિકેશનના સૌથી ઉપરના ભાગે  દા.ત. વેબ બ્રાઉઝર એપ્લિકેશન, અને તેની નીચે ટ્રાન્સપોર્ટ લેયર  જે વિવિધ હોસ્ટને નેટવર્ક દ્વારા કનેક્ટ કરે છે. દા.ત. કલાયન્ટ સર્વર મોડેલ અંદરના લેયરમાં બે પ્રકારના સત્ર હોય છે. ઈન્ટરનેટ લેયર જે કમ્પ્યુટરને એકબીજા નેટવર્ક સાથે જોડે છે જેથી ઈન્ટરનેટવર્કિંગ આ લેયર દ્વારા શક્ય બને છે. અને છેલ્લે નીચે સોફ્ટવેર લેયર હોય છે જે હોસ્ટ અને લોકલ લિંક વચ્ચે જોડાણ કરી આપે છે. (જેને લિંક લેયર કહે છે.) દા.ત. લોકલ એરિયા નેટવર્ક લેન અથવા ડાયલ અપ કનેક્શન આ મોડેલને નેટવર્કિંગના ટીસીપી/આઈપી  મોડલ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય મોડલ પણ વિકસ્યા છે જેમ કે ઓપન સિસ્ટમ ઈન્ટરકનેક્શન  (ઓએસઆઈ)જેઓ અમલીકરણમાં અને વિગત આપવામાં એટલા કાર્યક્ષમ નથી.

ઈન્ટરનેટના મોડલનો સૌથી મહત્વનો ભાગ છે ઈન્ટરનેટ પ્રોટોકોલ (Internet Protocol)જે કમ્પ્યુટરને ઈન્ટરનેટ પર એડ્રેસિંગ સિસ્ટમ આપે છે જેથી નેટવર્કિંગના ઈન્ટરનેટવર્કિંગદ્વારા ઈન્ટરનેટનું જોડાણ શક્ય બને છે. આઈપી વર્ઝન 4( આઈપીવી4)જે પહેલાની પેઢીઓ દ્વારા વાપરવામાં આવતું હતું , જેનો હાલમાં પણ વ્યાપક ઉપયોગ થાય છે. આની ડીઝાઈન 4.3 બિલિયન(10 9 ) સુધીના ઈન્ટરનેટ હોસ્ટ માટે કરવામાં આવી હતી. જોકે ઈન્ટરનેટના વધારે પડતા વિકાસને કારણે આઈપીવી4 સિસ્ટમ ધીમી પડી ગઈ છે. આને પગલે નવું વર્ઝન આઈપીવી6 વિકસિત કરવામાં આવ્યું છે જે વધુ કાર્યક્ષમ છે અને ડેટા ટ્રાફિકને વધુ સારી રીતે રાઉટિંગ કરી શકે છે. આઈપીવી6  હાલમાં કર્મશિયલી રીતે વિશ્વમાં ડિપ્લોયમેન્ટ  કરવામાં આવ્યું છે.(પ્રયોગ ચાલી રહ્યો છે) આઈપીવી6, આઈપીવી4 સાથે સરખાવી શકાય તેવું નથી. આ ઈન્ટરનેટનું સમાનંતર વર્ઝન છે જે આઈપીવી4 સોફ્ટવેર દ્વારા એક્સેસ કરી શકાતું નથી. આનો મતલબ એવો છે કે આઈપીવી6 ઈન્ટરનેટ સાથે કોમ્યુનિકેશન કરવા માંગતા દરેક નેટવર્કિંગ ડિવાઈસનું અપગ્રેડેશન કરવું જરૂરી છે. અત્યારની લેટેસ્ટ કોમ્યુટર ઓપરેટિંગ સિસ્ટમને બન્ને પ્રકારના ઈન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝનમાં કામ કરવા માટે સક્ષમ બનાવાયા છે. નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રકચરને કારણે હજૂ પણ આમાં વિકાસ સાધી શકાયો નથી.


 ઈન્ટરનેટનું આગવું સંશોધન ઈમેલ છે. ઈમેલ દ્વારા બે પક્ષો એક બીજાને ઈલેક્ટોનિક ટેક્સ્ટ મેસેજ મોકલી શકે છે જે દ્વારા તેઓ પત્રો અને મેમો પણ મોકલાવી શકે છે. આજની તારીખે પણ, ઈન્ટનેટ અને ઈન્ટરનેટ ઈ-મેલ સિસ્ટમનો ભેદ પારખવો જરૂરી છે. ઈન્ટરનેટ ઈમેલ મોકલનાર અને મેળવનારના કંટ્રોલ બહાર ઘણા બધા નેટવર્કમાંથી પસાર થાય છે. અને તેને ત્યાં સંગ્રહિત પણ કરવામાં આવે છે. આ સમય દરમિયાન ઈ-મેલને વાંચી પણ શકાય છે અને ત્રીજા પક્ષ દ્વારા તેમાં છેડછાડ પણ શક્ય બને છે. ઈન્ટરનેટ મેલ સિસ્ટમ કે જ્યા કોર્પોરેટ કે સંસ્થાના નેટવર્ક પર માહિતી છોડી દેવામાં આવતી નથી ત્યા ઈમેલ વધુ સુરક્ષિત છે. જો કે ઘણા બધા સગંઠનોમાં આઈટી અને અન્ય લોકો કે જેઓની નોકરી મોનિટરિંગ કરવાની અને ક્યારેક આ માહિતી એક્સેસ કરવાની છે તેઓ આ માહિતી વાંચી શકે છે. અત્યારે લોકો ઈમેલમાં ચિત્ર અને ફાઈલ જોડીને મોકલી શકે છે. અત્યારના ઈ-મેલ સર્વર વિવિધ ઈમેલ એડ્રેસ ને ઈમેલ મોકલી શકવા માટે સક્ષમ હોય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો